લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમગ્ર રાજ્યમાં ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા એલર્ટ અપાયું

ગુજરાત રાજ્યમાં 2 કલાકમાં 36 તાલુકમાં વરસાદ પડ્યો છે.જેમાં કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આ સિવાય ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તેવા સમયે હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.આમ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમા ધોધમાર વરસાદ વરસ્યો છે.ત્યારે ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.આ સિવાય ગોંડલના પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.