લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / વિશ્વના 100 દેશોમાં 30 કરોડ જેટલા લોકોને વેકસીન મળી

વિશ્વમાં વર્ષના પ્રારંભથી જ કોરોના સામેની વેકસીન ઉપલબ્ધ બન્યા બાદ અત્યારસુધીમાં 100 દેશોમાં ફકત 30 કરોડ લોકો સુધી વેકસીન પહોંચી છે.જયારે 80થી વધુ દેશો એવા છે જ્યાં કોરોના છે પણ વેકસીન નથી.આમ વિશ્વમાં વર્તમાન સમયમાં 9 પ્રકારની વેકસીન ઉપલબ્ધ છે જેમાં ફાઈઝર તથા ઓકસફર્ડની વેકસીન સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.અમેરિકા (9.03 કરોડ),ચીન (5.25 કરોડ),બ્રિટન (2.35 કરોડ),ભારત (2.30 કરોડ),બ્રાઝીલ (1 કરોડ),તુર્કી (99 લાખ)આ એવા દેશો છે.જેમાં 1 કરોડ કરતાં વધુ લોકોને વેકસીન અપાઈ છે.