લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / કોરોના મહામારી વિરુદ્ધ ભારતનું વૈશ્વિક નેતૃત્વ પ્રશંસાને પાત્ર- યુ.એન

વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન ભારતીય નેતૃત્વના માનવીય દ્રષ્ટિકોણ અને વેક્સીનની મદદ પર સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયોએ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.આમ સંયુક્ત રાષ્ટ્ર- યુ.એન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુતરેસે કહ્યું હતું કે કોરોના વિરુદ્ધની લડાઇમાં ભારતે વૈશ્વિક દયા દાખવી છે.આમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રિતિનિધિ ટી.એસ તિરુમૂર્તિએ ભારતીય નેતૃત્વની ચોતરફ થઇ રહેલી પ્રશંસાને લઇને ટ્વીટ કરી યુ.એનનો આભાર માન્યો હતો.

આમ યુ.એન સેક્રેટરી જનરલે કહ્યું હતું કે ભારતે કોરોના મહામારી દરમિયાન પ્રભાવશાળી કાર્ય કર્યું છે.વૈશ્વિક મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયો માટે જરૂરી દવાઓ,ટેસ્ટિંગ કિટ્સ,પીપીઇ કિટ્સ તેમજ વેન્ટિલેટર 150 દેશોમાં સપ્લાય કર્યા હતા.આમ મહામારી દરમિયાન ભારતે વેક્સીન વિકસાવી તેનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન કર્યું.આ સિવાય ગુતરેસે જણાવ્યું હતું કે ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેનાને કોરોના વેક્સીનના બે લાખ ડોઝ ફ્રી આપવાનું પગલુ અત્યંત પ્રભાવી હતું.

આમ આ પહેલા યુ.એન સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે વેક્સીન રાષ્ટ્રવાદની ટીકા કરતા કહ્યું હતું કે વિશ્વે ગંભીર સમયમાં આંતરરાષ્ટ્રીયવાદ તરફ આગળ વધવુ જોઇએ.આમ ભારતીય વિદેશ મંત્રાલય મુજબ ભારત અત્યારસુધી 229 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આંતરરાષ્ટ્રીય સમુદાયોને મોકલી ચૂક્યુ છે.આ સિવાય ભારતે આફ્રિકાને 1 કરોડ અને અમેરિકાને 10 લાખ વેક્સીન ડોઝ મોકલવાની યોજના બનાવી છે.