લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એલન મસ્કને પાછળ રાખી જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર બન્યા

એમેઝોનના જેફ બેઝોસ ફરી એકવાર દુનિયાના સૌથી અમીર બની ગયા છે.આમ તેઓ ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લા અને સ્પેસ એકસના સીઈઓ એલન મસ્કને પાછળ રાખીને આ મુકામ પર પહોંચ્યા છે. આમ આ વર્ષે એલન મસ્ક બે વાર બેજોસને પછાડીને નંબર વન અમીર બન્યા હતા.આમ બ્લુમબર્ગ બિલિયોનસ્ડ ઈન્ડેક્ષ મુજબ બેજોસ 186 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના અમીરોની યાદીમાં નંબર વન પર છે.ત્યારે મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં સોમવારે 8.55 ટકાનો ઘટાડો થતાં મસ્કની નેટવર્થમાં એક દિવસમાં 15.2 અબજ ડોલરનું નુકશાન થયું હતું.જયારે મુકેશ અંબાણી એક સ્થાન પાછળ હટયા હતા.