લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અંબાજીના શક્તિદ્વાર ખાતે હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો

વર્તમાનમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે હોમિયોપેથીક નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે હોમિયોપેથિક દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં યાત્રાધામ અંબાજી મંદિરના શક્તિ દ્વાર પર હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેના અંતર્ગત આજ સવારે 9:00 થી 1:00 વાગ્યા સુધી આયુષ કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા પાલનપુર દ્વારા હોમિયોપેથીક નિદાન સારવાર કેમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સેવા આપનાર મેડિકલ ઓફિસર દાંતા,મેડિકલ ઓફિસર વડગામ,મેડિકલ ઓફિસર પાલનપુર,મેડિકલ ઓફિસર ડીસા,સહ ભાગીદાર થયા હતા.ત્યારે આ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં લોકોને હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે સંપૂર્ણપણે માહિતીગાર કરવામાં આવ્યા હતા.આ સાથે લોકોને નિ:શુલ્ક સારવાર પણ આપવામાં આવી રહી હતી.