લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અંબાજી મંદિરના દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ત્યારે અંબાજી મંદિરમાં 23મી એપ્રીલના રોજ વૈશાખ સુદને અખાત્રીજથી સવાર અને સાંજ એમ બે સમયે થતી આરતી ત્રણ સમય કરવામાં આવશે.જેમાં બપોરે વધુ એક આરતી કરવામાં આવશે.જેમાં મંદિર સવારે 11:30 કલાકે બંધ કરાતુ હતુ તેના બદલે 10:45 કલાકે બંધ કરવામાં આવશે.ત્યારે યાત્રીકોને મંદિરમાં સવારે માતાજીની બાલયા અવસ્થા,બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન થશે તેમ મંદિરના ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું.આરતીનો સમય સવારે આરતીનો સમય 7:00 થી 7:30 સુધી,સવારે દર્શનનો સમય 7:30 થી 10:45 સુધી,બપોરે આરતીનો સમય 12:30 થી 1:00 સુધી,બપોરે દર્શનનો સમય 1:00 થી 4:30 સુધી,સાંજે આરતીનો સમય 7:00 થી 7:30 સુધી જ્યારે સાંજે દર્શનનો સમય 7:30 થી રાત્રીના 9:00 સુધી આપવામાં આવ્યો છે.