લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અંબાજી શકિતપીઠમા કાચનો બ્રીજ ખુલ્લો મુકવામાં આવશે

અંબાજી શકિતપીઠમાં દેવેશ ગ્રુપ દ્વારા 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.ત્યારે વર્તમાનમાં લોકો આ કાચના બ્રિજ ઉપર ચાલવાની મજા લઈ રહ્યા છે.આ કાચના બ્રીજ ઉપરથી એકસાથે 10 વ્યકિતઓ ચાલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ કાચના પુલ ઉપર ચાલવા માટે યાત્રીકોએ રૂ.10નો ટોકન ચાર્જ ચુકવવો પડે છે અને આ ટોકન ચાર્જ ચુકવ્યા બાદ આ ગ્લાસ પર વોક કરી શકે છે.આ કાચના બ્રીજની આસપાસ 51 શકિતપીઠ મંદિરોમાં બિરાજમાન માતાજીની પ્રતિમાઓ કંડારવામાં આવી છે.જેને લઈ યાત્રીકો ગ્લાસ વોક સાથે દર્શનનો લાભ લઈ રહ્યા છે.