અમેરિકામાં કોરોના સંક્રમણ પાછળ હટવાનું નામ લેતો નથી.ત્યારે કોરોનાથી મૃત્યુની સંખ્યા 5 લાખ ઉપર જતા અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ યુદ્ધમાં જેટલા લોકો મર્યા નથી તેટલા મૃત્યુ કોરોનામાં થયા છે.આમ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ 4.05 લાખ સૈનિકોની ખુવારી સહન કરવી પડી હતી. ત્યારબાદના વિયેતનામ યુધ્ધમાં 58,000 અને કોરીયાઈ યુદ્ધમાં 36,000 સૈનિકોના જીવન ગુમાવ્યા હતા.પરંતુ હવે પાંચ લાખથી વધુ લોકો માર્યા જતા અમેરિકાના મીલોરી કેસાસ સીટી જેટલી વસતી કોરોનામાં ગુમાવી પડી છે.
આમ અમેરિકાની જોન્સ હેપકીન્સ યુનિના અભ્યાસ મુજબ અત્યારસુધીમાં કોરોનાથી જે મૃત્યુ થયા છે તે વર્ષ 2019માં અમેરિકામાં શ્વાસની કે પછી પક્ષઘાત-ન્યુમોનીયા વિ. બિમારીથી થતા મોતથી વધુ છે.આમ વર્ષ 1918માં અમેરિકામાં ઈન્ફલુએન્ઝા બાદ 102 વર્ષમાં આટલા લોકોના મૃત્યુ થયા નથી. આમ અમેરિકી સરકારે પાંચ લાખના મૃત્યુ થતા દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો અને પાંચ દિવસ સુધી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.આમ પ્રમુખ જો બાઈડને વ્હાઈટ હાઉસમાં બે મીનીટનું મૌન જાળવ્યું હતું.અમેરિકામાં ડિસેમ્બરના મધ્યથી કોરોનાનું વેકસીનેશન શરૂ થયુ છે.પરંતુ તેની અસર બે માસથી વધુ સમય થયો હોવાછતાં નજરે પડતી નથી.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved