ભારતમાં આવેલા અમેરિકન દૂતાવાસ ખાતે આજથી ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી પર 14મી જૂનથી એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરાશે.આમ વિદ્યાર્થીઓને એપોઇન્ટમેન્ટ આપી આગામી જુલાઇ કે ઓગસ્ટ માસમાં અરજીઓ અંગે નિર્ણય લઇ શકાય તે દિશામાં કામ કરી રહ્યા છીએ.ભારત સ્થિત અમેરિકન દૂતાવાસના મિનિસ્ટર કાઉન્સેલર ફોર કોન્સ્યુલર અફેર્સ ડોન હેફ્લિનનું કહેવું છે કે અગાઉ અમેરિકા અભ્યાસ કરતા હતા હવે જેમને ફરી અભ્યાસ પૂર્ણ કરવા પરત આવવાનું છે તેવા વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનનો કોઇ પુરાવો આપવાની જરૂર નથી.જેમાં તેમને માત્ર નેગેટિવ કોવિડ રિપોર્ટ આપવાની જરૂર છે.આ સિવાય વધુ અભ્યાસ માટે અમેરિકા આવવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં ખૂબ મોટી છે.પરંતુ વર્તમાન સમયમાં કોવિડ મહામારીના કારણે વિઝા અરજી માટેની એપોઇન્ટમેન્ટ મેળવી શક્યા નથી.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved