લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકામાં કોરોના વેક્સિન લઇ ચુકેલા લોકો માસ્ક વગર બહાર નીકળી શકશે

કોરોના સંક્રમણને અમેરિકા માત આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે યુ.એસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તેવા લોકો માસ્ક પહેર્યા વગર અથવા 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે.આમ અમેરિકામાં મોટાભાગના તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે ત્યારે તાજેતરમાં બાળકોને પણ વેક્સિનેશન માટેની મંજૂરી આપવામાં આવી છે.ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે સીડીસીની પ્રશંસા કરી હતી.જેમાં તેમણે કહ્યું હતું કે મને થોડા સમય પહેલા જ ખબર પડી કે સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તે લોકો માટે માસ્કની અનિવાર્યતા હટાવી લીધી છે. આમ આપણે દેશમાં મોટાભાગના અમેરિકનોને ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આપી તેના કારણે આ સંભવ બની શક્યું છે.