લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અમીરગઢના અરણીવાડામાં તેમના પાર્થિવ દેહની વિશાળ શોભાયાત્રા કઢાઈ

અરવલ્લીની ગિરિમાળામાં અખંડ તપસ્યા કરનારા પરમ તપસ્વી કાળા બાવાજી એકાંત માં ભક્તિની જ્યોત જગાવી છેલ્લા અનેક વર્ષોથી અરનીવાડા ગૌશાળામાં ભક્તિ કરતાં હતાં. ગુજરાત અને રાજસ્થાનના ભક્તો તેઓના દર્શન માટે આવતા હતા અને સંત શિરોમણીના દર્શન કરી ધન્ય થતાં હતા. એવા સંત શિરોમણી કાળા બાવાજી આજે બ્રહ્મલીન થતાં ભક્તોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું. કાળા બાવાજીના અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સાધુ, સંતો અને ભક્તો દ્વારા તેઓના પાર્થિવ દેહની વિશાળ શોભાયાત્રા કાઢી અંતિમ વિદાય આપી હતી.