લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / અમીરગઢમાં આવેલી ડેરી પ્રા.શાળાએ વિધાનસભાની મુલાકાત લીધી

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અમીરગઢ તાલુકામાં આવેલી ડેરી પ્રા.શાળામાં શેક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રવાસ દરમિયાન બાળકોએ ગાંધીનગર વિધાનસભાની મુલાકાત લીધી હતી.જે દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે મુલાકાત લઇ અધ્યક્ષે બાળકો સાથે વાર્તાલાપ કર્યોં હતો.જે પ્રવાસ દરમ્યાન પ્રથમ દિવસે અડાલજ ત્રિ-મંદીર,અડાલજની વાવ,અક્ષરધામ મંદિરમાં પ્રદર્શન જોયા બાદ ચાલુ સત્રમાં ગૃહની મુલાકાત લીધી હતી.ત્યારબાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે બાળકોને મુલાકાત કરાવી જે બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાનો સમય નીકાળી ડેરી પ્રા.શાળાના બાળકોને મુલાકાત આપી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ બાળકો સાથે સંવાદ કર્યો હતો.