લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમિત શાહના હસ્તે રક્ષાશક્તિ સર્કલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે

રાજ્યમા રક્ષાશક્તિ સર્કલ પર રૂ.52 કરોડના ખર્ચે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે.જેમાં બ્રિજની નીચે બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાશે.દોઢેક વર્ષ પહેલાં અમિત શાહના હસ્તે બ્રીજનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાયું હતુ.જેમાં ઓવરબ્રીજના લોકાર્પણ સાથે ગાંધીનગરના અનેક નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.આ માર્ગ પરથી દૈનિક 50 હજાર જેટલા લોકોની અવર-જવર રહેતી હોય છે. જેને પગલે ઓવરબ્રિજ શરૂ થઈ જતાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે.