લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અમિતાભે સાજા થયા બાદ શૂટિંગ શરૂ કર્યું

હૈદરાબાદમા પ્રોજેક્ટ કે ફિલ્મના એકશન સીનના શૂટિંગ સમયે ઘાયલ થયેલા અમિતાભ બચ્ચને રાબેતા મુજબ કામ ચાલુ કરી દીધું છે.જેમા સાજા થયા બાદ તેમણે સૌ પહેલાં એક એડ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતુ.જેમા લાંબાસમય સુધી પથારીવશ રહ્યા પછી અમિતાભે પોતાના કામની બાબતમાં કોઈ આળસ કે બહાનાબાજી દર્શાવ્યાં નથી.તેઓ એડ ફિલ્મના શૂટ માટે સેટ પર સમય કરતા વહેલા પહોંચી ગયા હતા અને પોતે ફાળવેલા સમય કરતાં પણ ઓછા સમયમાં કામ પૂરું કર્યું હતુ.અમિતાભે કામ શરૂ કરી દીધું હોવાથી પ્રોજેક્ટ કેનું અટકી ગયેલું શૂટિંગ પણ ઝડપભેર આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે.