લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલી જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી રાજુલા ખાતે પહોચ્યા હતા.જ્યાં તેઓએ ભેરાઈ,નિંગાળા,કથીવદર અને ડુંગર ગ્રામ પંચાયતની મુલાકાત કરી વિકાસના કામો,નરેગા યોજના હેઠળના પંચાયત ઘરની મુલાકાત તેમજ ઈ-શ્રમ કેમ્પની મુલાકાત કરી તાલુકા વિકાસ અધિકારી પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કરી ઈ-શ્રમ કાર્ડમા ટીડીઓ દ્વારા કરાતી કામગીરીની પ્રશંશા કરી હતી.આમ આ મુલાકાત દરમિયાન ટીડીઓ,ટીએચઓ,શામજી સોલંકી,સ્થાનિક સરપંચ,તલાટી મંત્રી,નિકેતન ભટ્ટ તેમજ આરોગ્ય સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા.