લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામમાં સાંજ 7 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા ઇશ્વરીયા ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.આમ કોરોનાનો કહેર અમરેલી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો છે.આમ આ મહામારીમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ ઉભરાઇ રહી છે.ત્યારે ઇશ્વરીયા ગ્રામજનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.જેમાં સાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.આ સિવાય કુંકાવાવના દેવગામ ગ્રામપંચાયત દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં સવારના 6 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવી.ત્યારબાદ બંધ રાખી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.આ ઉપરાંત માસ્ક નહિ પહેરનાર સામે ગ્રામપંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે.