લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અમરેલી લાયન્સ ક્લબ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્મમાં કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહ્યા

અમરેલીની લાયન્સ કલબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વસ્થ ગુજરાતથી સ્વસ્થ ભારત બનાવવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવાના હેતુ સાથે વિશ્વ હોમિયોપેથી દિવસ 2023 અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ સાથે નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ, ડાયાબિટીસ બી.પી અને ટી.બી જેવા રોગ માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ ભારત સરકારના કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જે ડોક્ટરોએ તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી તે સૌ ડોક્ટરોને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા અને તેમને સ્મૃતિ ચિન્હો પણ ભારત સરકારના મંત્રી પુરષોત્તમ રૂપાલાના હસ્તે એનાયત કરવામા આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી,જિલ્લા સરકારી આયુર્વેદ કચેરીના આર.એમ.ઓ,ભાજપ અગ્રણી જીતુ ડેર,સંસ્કાર હોમિયોકેરના ડો.પટેલ,લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ રિતેશ સોની,મંત્રી રાકેશ નાકરાણી, સર્વ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.