લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલીના પાણી દરવાજા પાસે સફાઈનો અભાવ જોવા મળ્યો

અમરેલીના પાણી દરવાજા પાસે સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે.જ્યાં લાંબા સમયથી યોગ્ય સફાઈ ન થતા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.આ સિવાય તેના કારણે મચ્છરનો ઉપદ્રવથી લોકો પરેશાન થતાં જોવા મળે છે.જ્યાં ગંદકીની વચ્ચે રેઢીયાળ પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે.જ્યાં સફાઈ ન થતી હોવાથી અત્યંત દુર્ગંધ ફેલાઇ રહી છે.જેના કારણે આજુબાજુની સોસાયટીના લોકોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.ત્યારે આ વિસ્તારમાં ક્યારે સફાઈ શરૂ કરવામાં આવશે તેવી માંગણી ઉઠવા પામી છે.