લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલીના વડીયામા અઢી ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે બગસરાની સુડાવડ નદીમા પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે જિલ્લાના કેટલાક તાલુકામાં મોડીરાત્રે ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા મોડી રાત્રે વડીયામાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી સુરવો ડેમમાં 3 ફૂટ નવા નિરની આવક જોવા મળી હતી. આમ વરસાદના પગલે ચેકડેમો છલકાયા વડીયાના દેવળકી,બરવાળા,મોરવાડા,અરજણસુખ,ખીજડિયા,ઢુંઢીયા પીપરિયા,કુંકાવાવ સહિતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ પડ્યો હતો. જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ધારી અને અમરેલી શહેરમાં વરસાદી જાપટા પડ્યા હતા. તેમજ દરિયાકાંઠે જાફરાબાદ શહેરમાં પણ વરસાદી જાપટા જોવા મળ્યા હતા. આ સાથે ધારી,સાવરકુંડલા,ચલાલા ગારીયાધાર,પાલીતાણા સહિતના ગ્રામીણ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.