લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અમૃતસરમા સુવર્ણ મંદિર નજીક ત્રીજો બ્લાસ્ટ થયો

પંજાબના અમૃતસરમા સુવર્ણ મંદિર નજીક વધુ એક વિસ્ફોટ થયો હતો.જે બ્લાસ્ટને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.ત્યારે છેલ્લા પાંચ દિવસમાં આ ત્રીજો બ્લાસ્ટ છે.જેને લઈ પોલીસે અમૃતસરથી નવા લોકલ ટેરર નેટવર્ક સાથે સંકળાયેલા 5 લોકોની ધરપકડ કરી હતી.આમ વર્તમાનનો બ્લાસ્ટ સુવર્ણ મંદિર પાસે રાત્રે એક વાગ્યે કોરિડોર બાજુ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે થયો હતો.ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.જેમા વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા.તેના પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી ત્યારબાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.