લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અમુલે દુધની કવોલીટી ચકાસવા મિલ્ક એનાલાઈઝર મશીન મુકયા

અમુલ ડેરીનાં કાર્યક્ષેત્ર હેઠળ આવતી તમામ દુધમંડળીઓમાં દુધ ઉત્પાદકો દ્વારા ભરવામાં આવતા દુધની ગુણવતા વધુ સારી આવે તે માટે 3000થી વધુ મિલ્ક એનાલાઇઝર મશીન મુકવામાં આવ્યા છે.જેના કારણે દુધમંડળીમાં આવતા દુધની ગુણવતામાં વધુ સુધારો થયો છે તેમજ દુધના એસએનએફ તેમજ ફેટની ચકાસણીમાં પણ પારદર્શીતા આવતા દુધ ઉત્પાદકો સાથે અમુલ ડેરી માટે ફાયદાકારક પુરવાર થયો છે.આમ અમુલ ડેરીમાં વર્ષ 2022-23ના સમય દરમ્યાન અંદાજીત 150 કરોડ લીટર દુધનુ સંપાદન કરવામાં આવ્યુ છે તેમજ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂા.11,753 કરોડને પારી થઈ ગયુ છે.ડેરી દ્વારા સભાસદ મંડળીને દુધનો રૂા.900 પ્રતિ કિલો ફેટ અંતીમ મળશે જે ગત વર્ષની સરખામણીમાં 7.50 ટકા વધુ છે.