લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યુપીમાં ટ્રક અને ક્રેટા વચ્ચે અકસ્માત સર્જાયો

યુપીના દેવરિયા જિલ્લામા અકસ્માત સર્જાયો છે.જેમા એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે.જે તમામ લોકો બિહારના મૈરવામાં ઉપનયન સંસ્કારમાં સામેલ થવા જઈ રહ્યા હતા.આ દરમિયાન સલેમપુર-મૈરવા રોડ પર બહિયારી બઘેલ ગામ પાસે ક્રેટા કાર ટ્રક સાથે અથડાઈ હતી અને 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ત્યારે અકસ્માતના પગલે પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.