લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ધંધુકા-બોટાદ હાઈવે પર અકસ્માત સર્જાયો

ગુજરાતમાં હાઈવે પરથી પસાર થતા વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.ત્યારે આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે.જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આમ બોટાદ- ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક-કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.ત્યારે આ બાબતે ધંધુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.