આણંદમાં શુક્રવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.ત્યારે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.આ સિવાય બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.આમ આણંદમાં વરસાદે મહેર કરી છે.આમ દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તેમજ આણંદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં નાગરિકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.આમ ધોધમાર વરસાદના પગલે શહેરના વિધાનગર રોડ,શાસ્ત્રી મેદાન વિદ્યાનગર,આણંદ અંબાજી મંદિર,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ,રાજમહેલ રોડ સહિતના જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા.આમ સમગ્ર જિલ્લાના આણંદ તાલુકામાં 170 મિમી,પેટલાદમાં 48 મિમી,ખંભાતમાં 22 મિમી,બોરસદ 15 મિમી,આંકલાવમાં 8 મિમી,સોજીત્રામાં 4 મિમી,તારાપુરમાં 2 મિમી અને ઉમરેઠમાં 1 મિમી જેટલો નોંધાયો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved