લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આંધ્રપ્રદેશમા છેલ્લા 48 કલાકમાં 9 વિદ્યાર્થીઓના આપઘાત થયા

આંધ્રપ્રદેશમાં 9 વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યા છે.ઈન્ટરમીડિએટ પ્રથમ વર્ષ અને બીજા વર્ષના પરિણામો વર્તમાનમાં જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં અત્યારસુધીમાં 9 જેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે.જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓ પર પરીક્ષા અને તેના પછીના પરિણામોને લઈને દબાણ એટલું બધુ વધી રહ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ તેનો સામનો કરી શકતા નથી અને આત્મહત્યા જેવું મોટું પગલું ભરી લેતા હોય છે.ત્યારે આંધ્રપ્રદેશમાં ધો.11 અને 12ના પરિણામ આવ્યાના 48 કલાકમા 9 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા છે.રાજ્યભરમાંથી લગભગ 10 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જે પરિણામમાં ધો.11માં 61 ટકા જ્યારે ધો.12માં 72 ટકા વિદ્યાર્થીઓને સફળતા મળી છે.