લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રામનવમી પર આંધ્રપ્રદેશના વેણુગોપાલ મંદિરમાં દુર્ઘટના સર્જાઈ

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં સ્થિત વેણુગોપાલ સ્વામી મંદિરમાં રામનવમીની ઉજવણી દરમિયાન આગ ફાટી નીકળી હતી.જે ઉજવણી માટે મંદિરમાં પંડાલ લગાવવામાં આવ્યો હતો.જેમાં શોર્ટ સર્કિટના કારણે પંડાલમાં આગ લાગી હતી અને થોડીવારમા જ્વાળાઓએ પંડાલને ઘેરી લીધુ હતું.જેમાં આગ લાગતાની સાથે જ શ્રદ્ધાળુઓને પંડાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા,જેના કારણે મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.આ સિવાય રામનવમીના તહેવાર નિમિત્તે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી.