લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અનિલ કપૂર મલયાલમની સાઈફાઈ હિન્દી રિમેકમાં કામ કરતાં જોવા મળશે

અનિલ કપૂરે સાઈફાઈ ફિલ્મ સાઈન કરી છે.જે ફિલ્મ મલયલામ હિટ ફિલ્મ એનડ્રાઇડ કુંજપન વર્ઝન ૫.૨૫ની રિમેક હશે.આ ફિલ્મ એક પિતા-પુત્રના સંબંધ પરની છે.જેમાં જ્યારે એક એઆઇ હ્યૂમનોઇડ તેમના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના જીવનમાં થતા ફેરફારોને દર્શાવવામાં આવ્યા છે.આ સિવાય અનિલ કપૂરે સુબેદાર નામની એક્શન ફિલ્મ પણ સાઈન કરી છે.જે ફિલ્મનું શૂટિંગ આગામી 15મી સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.અનિલ કપૂરે પોતાની કારકિર્દીમાં 130થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.