લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અનુપમ ખેરે હિંદી સિનેમામાં કારકિર્દીના 37 વર્ષ પૂર્ણ કર્યા

હિંદી ફિલ્મોના અભિનેતા અનુપમ ખેરે કારકિર્દીના 37 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે તેમણે પોતાની ડેબ્યુ ફિલ્મ સારાંશ સાથે જોડાયેલા સંભારણા સાથે લખ્યું છે કે આ તેમની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ન હોત તો તેઓ આજે ટોચના સ્થાને ન હોત.આમ આ પ્રસંગે અનુપમ ખેરે મહેશ ભટ્ટ, રાજશ્રી ફિલ્મસ અને દર્શકોનો આભાર માન્યો હતો.જેમાં તેમણે આ ફિલ્મના એક ચર્ચિત સીન પર અભિનય શેર કર્યો હતો.જેમાં તેઓ ભાવુક થયેલા જોવા મળ્યા હતા.આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે 37 વર્ષની મારી કારકિર્દીમાં મેં લગભગ 518 ફિલ્મો કરી છે.જેમાં મારી પહેલી ફિલ્મ વખતે હું 28 વર્ષનો હતો ત્યારે મે 65 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી.