લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એપ્રિલમાં બેરોજગારીનો આંક 8.11 ટકા સુધી પહોંચ્યો

દેશમાં એકતરફ લોકસંખ્યા વધી રહી છે જ્યારે બીજીબાજુ તેના પ્રમાણમાં રોજગાર નિર્માણ થતા નહીં હોવાને કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચુ રહ્યા કરે છે.ત્યારે એપ્રિલમાં દેશમાં બેરોજગારીનો આંક વધી 8.11 ટકા સાથે છેલ્લા ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.જ્યારે માર્ચમાં આ દર 7.80 ટકા થયો હતો.જેમા શહેરી બેરોજગારીમાં વધારો થયો છે અને માર્ચમાં 8.51 ટકાની સરખામણીએ શહેરી બેરોજગારી એપ્રિલમાં વધી 9.81 ટકા રહી હોવાનું જણાવે છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં માર્ચની સરખામણીએ એપ્રિલમાં બેરોજગારીમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો.