લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એપ્રિલ માસમાં જી.એસ.ટી કલેક્શન રૂ.1.87 લાખ કરોડ થયુ

ગત એપ્રિલ માસમાં જી.એસ.ટી કલેક્શન 12 જેટલું ટકા વધીને રૂ.1.87 લાખ કરોડ થયું છે જે અત્યારસુધીનું સૌથી વધુ માસિક કલેક્શન છે.ત્યારે આ અગાઉનું સૌથી વધુ જી.એસ.ટી કલેક્શન એપ્રિલ 2022માં રૂ.1.68 લાખ કરોડ થયું હતું.જેમાં સી.જી.એસ.ટી રૂ. 38, 440, એસ.જી.એસ.ટી રૂ.47,412 કરોડ,આઇ.જી.એસ.ટી રૂ.89,158 કરોડ અને સેસ રૂ.12,025 કરોડ રહ્યું છે.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ 2023માં 9 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં.ફેબુ્આરી 2023માં 8.1 કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં.