લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરબપતિઓની સંખ્યાના મામલે ભારત અન્ય દેશોથી આગળ નીકળ્યુ

કોરોના મહામારીમાં જ્યાં એકતરફ ભારતમાં અરબપતિઓની સંખ્યામાં નફો થયો છે,જ્યારે બીજીતરફ ગરીબી પણ ઝડપથી વધતી જઈ રહી છે.ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દેશમાં ગયા વર્ષે ગરીબોની સંખ્યા બેગણી થઈ ગઈ છે,જ્યારે દેશમાં 40 નવા અરબપતિ બન્યા છે. આ દરમિયાન ભારત અરબપતિઓની સંખ્યાના મામલે દુનિયાના કેટલાક દેશોથી આગળ નીકળી ચૂક્યો છે. દેશના અરબપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર નફો નોંધાયો હતો.આમ બિલિયનેયર્સ ઈન્ડેક્સ પર નજર કરવામાં આવે તો દુનિયાના 500 સૌથી વધુ અમીર લોકોએ ગયા વર્ષે પોતાની નેટવર્થમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુની વૃદ્ધિ નોંધી છે. ઓક્સફેમે કહ્યુ કે ભારત જ્યાં શહેરી બેરોજગારી ગયા મેમાં 15 ટકા સુધી વધી ગઈ હતી અને ખાદ્ય અસુરક્ષા ખરાબ થઈ ગઈ હતી. ત્યારે હવે ફ્રાંસ,સ્વીડન અને સ્વિટઝરલેન્ડની તુલનામાં અધિક અરબપતિવાળો દેશ બની ચૂક્યો છે.