લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / અર્જુન તેંડુલકરના આઈ.પી.એલ ડેબ્યૂથી શાહરૂખ ખાન ખુશ થયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને શાહરૂખ ખાનની કેકેઆર સામે ડેબ્યૂ કર્યુ હતું.ત્યારે તેની પર કિંગ ખાને પોતાની પ્રતિક્રિયા આપી સૌનું દિલ જીતી લીધુ છે.શાહરૂખ ખાને સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના આઈપીએલ ડેબ્યૂ પર ખુશી વ્યક્ત કરી તેમને શુભકામનાઓ આપી છે.ત્યારે તેમના પિતા અને ક્રિકેટર સચિન તેંડુલકરે વર્ષ 2009માં કેકેઆર સામે આઈપીએલમાં પોતાની પ્રથમ ઓવર રમી હતી અને તેમણે 5 રન કર્યા હતા.અર્જુને પણ આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સથી જ પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆત કરી છે.