લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આર્મી આર્ટિલરી રેજિમેન્ટમાં પ્રથમવાર મહિલા ઓફિસરને કમિશન અપાયુ

આર્મી આર્ટિલરીમાં પ્રથમવાર પાંચ મહિલા અધિકારીઓને કમિશન આપવામાં આવ્યું છે.જેમાં ભારતીય સેનાએ સૈન્યની મુખ્ય શાખા આર્ટીલરી રેજિમેન્ટમાં મહિલા અધિકારીઓને મંજૂરી આપીને મહિલાઓની ભૂમિકાનો વિસ્તાર કર્યો છે.ત્યારે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ચેન્નાઈ ખાતે સફળ તાલીમ બાદ પાંચ મહિલા અધિકારીઓ આર્ટિલરી રેજિમેન્ટમાં જોડાઈ છે.આ યુવા મહિલા અધિકારીઓને તમામ પ્રકારના આર્ટિલરી યુનિટમાં પોસ્ટ કરવામાં આવી રહી છે,જ્યાં તેમને રોકેટ,મિડિયમ,ફિલ્ડ અને સર્વેલન્સ એન્ડ ટાર્ગેટ એક્વિઝિશન તેમજ પડકારજનક પરિસ્થિતિઓમા સાધનોને હેન્ડલ કરવા માટે પૂરતી તાલીમ આપવામાં આવશે.પાંચ મહિલા અધિકારીઓમાંથી, ત્રણ ઉત્તરી સરહદો પર તૈનાત એકમોમા જ્યારે અન્ય બે પશ્ચિમમાં પડકારરૂપ સ્થળોએ તૈનાત છે.