દેશની ત્રણેય સેનાઓના એકીકરણ તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.જેના અંતર્ગત ગત સપ્તાહમાં આર્મીના કેટલાક અધિકારીઓને એરફોર્સ અને નેવીમાં તૈનાત કરવાના આદેશ આપવામા આવ્યા છે.ત્યારે બ્રહ્મોસ મિસાઇલ યુનિટના અધિકારીઓને એરફોર્સ અને નેવીના યુદ્ધજહાજ પર તૈનાત કરવામાં આવશે.આ આદેશ મેજર અને કેપ્ટન રેન્કના અધિકારીઓ માટે જારી કરવામા આવ્યો હતો.આમ સેનાની ત્રણેય પાંખોમાં બ્રહ્મોસ મિસાઇલ ઓપરેટ કરવાની જરૂર હોય છે.આ મિસાઇલ દેશની ખૂબ મહત્ત્વપૂર્ણ મિસાઇલ છે જે હાઇપરસોનિક સ્પીડથી ચાલે છે ત્યારે તેની ત્રાટકવાની ક્ષમતા 400 કિમી સુધીની હોય છે.એરફોર્સની પાસે જમીનથી બ્રહ્મોસ ચલાવવા માટેનું યુનિટ છે.આ ઉપરાંત ૩૦ એમકેઇ ફાઇટર જેટ પણ મિસાઇલ ફાયર કરવા માટે મોડિફાય કરવામાં આવ્યું છે.આમ ક્રોસ પોસ્ટિંગથી કોમન યુઝ પ્લેટફોર્મ વધશે અને ત્રણેય સેનાઓનું કાર્ય સરળ થઇ જશે.ત્રણેય યુનિટમાં એક જ પ્રકારના અનેક મશીનો છે.જેમાં એડવાન્સ હેલિકોપ્ટર અને ચિનૂક હેલિકોપ્ટર સામેલ છે.આમ પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વ.જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાઓના ફાઇટિંગ યુનિટના એકીકરણની યોજના ઘડી હતી.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved