લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં પરાજય આપ્યો

ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટના આખરી દિવસે ઈંગ્લેન્ડને 275 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડને જીતવા માટેના 468 રનના પડકાર સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે રમતના અંતે 82 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસને 42 રન આપી 5 વિકેટ લેતા ઈંગ્લેન્ડ 192 રનમાં ખખડયું હતું. આમ લાબુશેનને પ્રથમ ઈનિંગમાં 103 જ્યારે બીજી ઈનિંગમાં 51 રન બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બરથી રમાશે.