લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિઝની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના પરાજય સાથે ઓસ્ટ્રેલિયાએ સિરિઝ જીતી

એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 68 રન પર ઓલઆઉટ થઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરિઝ પર 3-0થી કબ્જો જમાવ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ.આ સાથે પાંચ ટેસ્ટની સિરિઝ પર ઓસ્ટ્રેલિયાએ કબ્જો જમાવી દીધો છે.બાકીની બે ટેસ્ટ મેચના પરિણામની સિરિઝ પર કોઈ અસર નહીં થાય.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 185 રન પર ઈઁગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધુ હતુ.ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 267 રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી.ત્યારબાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બેટસમેનોનુ ખરાબ ફોર્મ યથાવત રહ્યુ હતુ.ત્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયન બોલર સ્કોટ બોલેન્ડે પોતાની પ્રથમ જ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી.આ સાથે ઓસ્ટ્રેલિયાએ 34મી વખત એશિઝ સિરિઝ જીતી છે.ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે.