લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિયા કપ 2023 માટે ભારતીય હોકી જુનિયર ટીમની જાહેરાત કરવામાં આવી

ભારતીય હોકીએ એશિયા કપ જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે.જે આગામી 23 મે થી 1 જૂન સુધી ઓમાનના સલાલાહમાં યોજાશે.જેમાં ઉત્તમ સિંહને કેપ્ટન જ્યારે બોબીસિંહ ધામીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.આ સિવાય આગામી ડિસેમ્બરમાં મલેશિયામાં યોજાનાર જુનિયર મેન્સ વિશ્વકપ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હશે.આ જુનિયર એશિયા કપ 2023માં ભારતને પાકિસ્તાન, જાપાન,થાઈલેન્ડ અને ચાઈનીઝ તાઈપેની સાથે રમવાનું રહેશે,જ્યારે કોરિયા,મલેશિયા,ઓમાન,બાંગ્લાદેશ અને ઉઝબેકિસ્તાનને સાથે રાખવામાં આવ્યા છે.જેમાં મોહિત એચ.એસ અને હિમવાન સિહાગને ગોલકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે,જ્યારે શારદાનંદ લાકરા, અમીર અલી અને યોગમ્બર રાવત ભારતને ડિફેન્સ કરશે.જ્યારે મિડફિલ્ડમાં વિષ્ણુકાંત સિંહ જોવા મળશે જેમાં તેની સાથે રાજીન્દર સિંઘ,પૂવન્ના સીબી,અમનદીપ અને સુનિત લાકરા જોડાશે,જ્યારે બોબીસિંહ ધામી,અરિજિત સિંહ હુંદલ,આદિત્ય લાલગે,ઉત્તમ સિંહ,સુદીપ ચિરમાકો અને અંગદ બીર સિંહને ફોરવર્ડમાં જાળવી રાખવામાં આવ્યા છે.