ભૂતપૂર્વ ચેમ્પિયન અમિત પંઘાલ અને શિવા થાપાની સાથે ત્રણ બોક્સરો એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ્યા છે.જ્યારે ઇજાગ્રસ્ત થયેલા વિકાસ ક્રિષ્નને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો.આમ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાંચ મેડલ જીતનારો થાપા પ્રથમ બોક્સર બન્યો છે જેણે તાજિકિસ્તાનના ભૂતપૂર્વ ચેમ્પિયન બાખોદુર ઉસ્મોનોવને 4-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.આ ઉપરાંત 91 કિલોગ્રામ કેટેગરીમાં સંજીત ફાઇનલમાં પહોંચ્યો હતો તેણે સિલ્વર મેડલ જીતનારા ઉઝબેકિસ્તાનના સંજર તુર્સ્નોવને 5-0થી હરાવ્યો હતો.આમ આ ટુર્નામેન્ટમાં પ્રવેશ વખતે બ્રોન્ઝ જીતનારા અને નેશનલ ચેમ્પિયન વરિન્દર સિંઘનો ઇરાનના દાનિયાલ શાહબક્ષ સામેના મુકાબલામા 2-3થી પરાજય થયો હતો.આ સિવાય 27 વર્ષના થાપાએ વર્ષ 2013માં આ ઇવેન્ટમા ગોલ્ડ જીત્યો હતો.જે પછી વર્ષ 2015માં બ્રોન્ઝ,2017માં સિલ્વર અને વર્ષ 2019માં બ્રોન્ઝ જીત્યો હતો.આમ થાપા ફાઇનલમાં મોંગોલિયાના બાતરસક ચિન્જોરિંગ સામે ટકરાશે તે એશિયન ગેમ્સનો સિલ્વર મેડાલિસ્ટ છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved