લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પૂજા રાનીને ગોલ્ડ જ્યારે મેરિકોમ સહિત બેને સિલ્વર મેડલ એનાયત થયા

ઓલિમ્પિક્સમાં રમવા જનારી પૂજા રાનીએ ઉઝબેકિસ્તાનની મેવલુદા મોવલોનોવાને હરાવી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.જ્યારે મેરીકોમ સાથે અન્ય બીજી બે બોક્સરોએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.આમ 6 વખતની ચેમ્પિયન મેરીકોમ (૫૧ કિલોગ્રામ)ને સિલ્વરમેડલથી સંતોષ માનવો પડયો હતો.આમ પૂજાને આ ટુર્નામેન્ટમાં એકમાં વોકઓવર અને એકમાં બાય મળી હતી.આ ટાઇટલ જીતવા બદલ તેને 10 હજાર ડોલરનું ઇનામ મળશે.આ ઉપરાંત 6 વખતની ચેમ્પિયન મેરીકોમ સામે ટુર્નામેન્ટમાં પ્રથમ વખત રમવા ઉતરેલી લાલબૌત્સેહી અને અનુપમાએ સિલ્વર મેડલથી સંતોષ માન્યો હતો.

ઓલિમ્પિક્સમાં રમવા જનારી મેરીકોમને કઝાખસ્તાનની નઝીમ ક્યાઝૈબૈથ 2-3થી મુકાબલામાં હરાવી હતી.આમ મણિપુરની સુપરસ્ટારનો ટુર્નામેન્ટમાં સાતમો ચંદ્રક હતો.જેણે વર્ષ 2003માં ગોલ્ડ જીત્યો હતો.આમ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ અને બે સિલ્વર જીતી ચૂકી છે.આ સિવાય ક્યાઝૈબે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન અને છ વખતની નેશનલ ચેમ્પિયન રહી ચૂકી છે.