લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ હાંસલ કરતાં સંજીત

હરિયાણાના બોક્સર સંજીતે વર્ષ 2016ના ઓલિમ્પિક્સ સિલ્વર મેડાલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારા કઝાખિસ્તાનના વેસિલી લેવિટને હરાવીને એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.આમ 26 વર્ષના સંજીતે આ સાથે 91 કિલોગ્રામ કેટેગરીમાં ટાઇટલ જીતીને ત્રણ વર્ષ પહેલા વર્ષ 2018માં કઝાખિસ્તાનમાં યોજાયેલા પ્રેસિડેન્ટ કપમાં લેવિટના હાથે થયેલા પરાજયનો બદલો લીધો હતો.આમ આ પ્રસંગે સંજીતે જણાવ્યું હતું કે મારી કારકિર્દીની આ અત્યારસુધીની શ્રેષ્ઠ ક્ષણ છે.આમ આ ઉપરાંત ભારતના અન્ય બોક્સર અમિત પંઘાલનો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના શેકોબિન ઝોઇરોવ સામે પરાજય થયો હતો.તેનો 3-2થી પરાજય થયો હતો.પંઘાલે પરાજય છતાં પણ તેને જબરજસ્ત લડત આપી હતી જેની ઝોઇરોવો કલ્પના પણ કરી ન હતી.