આસામના નઝીરા શહેરમાં ઓએનજીસી કોલોનીની પાંચ વર્ષની બાળકી અડધો ડજનથી વધુ ભાષાઓમાં ગાઈ શકે છે ત્યારે હવે તેમને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સમ્માનિત કરવામાં આવી છે.શિવસાગર જિલ્લાના ડેપ્યુટી કમિશનરની કચેરીમાં એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો,જ્યાં ડીસી મેઘ નિધિ ડહલ, ધૃતિશ્મનના માતા-પિતા દેવજીત અને સોનમ ચક્રવર્તી પણ હાજર રહ્યા હતા.જેમાં બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા બાળકને ઈનામ આપવામાં આવ્યું હતું.જે ઈનામની રકમ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઆરબીપી 2022ના વિજેતાઓ સાથે વસ્તુત: વાતચીત કરી અને તેમને ડિજિટલ રૂપે પ્રમાણપત્ર પ્રદાન કર્યા હતા.આ આયોજન દેશમાં કોવિડ-19 સંકટને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.જેમાં 14 છોકરીઓ સહીત 29 બાળકોને 6 ક્ષેત્રો -નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ,રમતગમત,કળા અને સંસ્કૃતિ,સમાજસેવા અને બહાદુરી માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં દરેક વિજેતાને રૂ.1,00,000નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.ઈન્ચિયા બુક ઓફ રેકોર્ડસ મુજબ 3 વર્ષની ઉંમરમાં ધૃતિશ્મન સૌથી નાની ઉંમરની બહુભાષી ગાયક બની ગઈ છે.તે સ્પષ્ટરૂપે અસમિયા,હિન્દી,અંગ્રેજી,બંગાળી,મરાઠી, કન્નડ,સંસ્કૃત,સિંહાલી સહિતની ભાષાઓમાં ગાઈ શકે છે.આ સિવાય તેને ડ્રમ અને ગિટાર વગાડવાનું પણ પસંદ છે.આમ 5 વર્ષની ઉંમરમાં તેમણે 7-8 ભાષાઓમાં 70થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved