લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અટલ બ્રિજ જી-20 બેઠકના પગલે બંધ રહેશે

વર્તમાન સમયમા ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.ત્યારે તેના અંતર્ગત 11 આમંત્રિત દેશો તેમજ 14 આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જી-20 સભ્ય દેશોના 130 જેરલા પ્રતિનિધિઓ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની બીજી બેઠકમાં ભાગ લેશે.જે બેઠક આગામી 29 માર્ચ સુધી ગાંધીનગર ખાતે યોજાશે.ત્યારે તેના પગલે અટલ બ્રિજ 6 કલાક સુધી બંધ રહેશે.જેમાં સુરક્ષાના ભાગરૂપે અટલ બ્રિજને બપોરે 3 થી રાત્રે 9 સુધી બંધ રાખવામાં આવશે.આમ આ સમિટમાં ભાગ લઈ રહેલા તમામ અતિથિઓ અટલ બ્રિજની મુલાકાત લેશે.જે બેઠક દરમિયાન જલશક્તિ મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓ અટલ ભુજળ યોજના,સ્વચ્છ ભારત અભિયાન,જળ જીવન મિશન,નમામિ ગંગે,જળશક્તિ અભિયાન,રાષ્ટ્રીય જળ મિશન સહિતના અલગ-અલગ વિષયો પર સ્ટોલ લગાવાશે અને પ્રતિનિધિઓને ઉચ્ચ ગુણવત્તાની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવશે.