કોરોના સમગ્ર દુનિયામાંથી જલદી જાય તેવુ લાગતુ નથી.ત્યારે દુનિયાનું સૌથી સખ્ત લોકડાઉન લગાવનાર મેલબોર્ન શહેરમાં ફરીએકવાર કોરોના પાછો ફર્યો છે.જેને લઈને મેલબોર્નમાં ફરીથી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યા છે.જેમાં ઈન્ડોર સ્થળોમાં સામાજીક પ્રતિબંધોને આગામી 4 જુન સુધી વધારવામાં આવ્યા.આ સિવાય ઘરની બહાર કોઈપણ કાર્યક્રમમાં 30થી વધારે લોકોના ભેગા થવા પર રોક લગાવવામાં આવી છે.આમ વિકટોરીયામાં પણ છેલ્લા બે દિવસમાં કોરોનાના 9 કેસ સામે આવ્યા છે.આમ છેલ્લા 3 મહિનામાં આ સ્થળે કોરોનાના કોઈ કેસ નહોતા. નવા કેસ આવ્યા બાદ ન્યુઝીલેન્ડ વિકટોરીયા પ્રાંતની સાથે એર બબલ યાત્રાને પણ રોકી દીધી છે.જયારે પડોશી પ્રાંત દક્ષિણી ઓસ્ટ્રલીયાએ આવનારા લોકો પર યાત્રા પ્રતિબંધ લગાવી દીધો છે.જ્યારે મેલબોર્નનાં સૌથી મોટા શોપીંગ મોલ સહીત અનેક જગ્યાઓમાં હજારો લોકોને આઈસોલેશનમાં રહેવા તેમજ કોરોના સંક્રમણની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.એક સમયે કોરોના સંક્રમણ પર અંકુશના મામલે તાઈવાન અને સિંગાપોર દ્રષ્ટાંતરૂપ બનેલા હતા.આ મહિને આ દેશોની તસ્વીર પણ બદલી જવા પામી છે.જે બન્ને દેશોમાં અચાનક સંક્રમણમાં વધારો થયો છે.ત્યારે ગત સપ્તાહે સિંગાપોરમાં નવા 248 કેસ,જ્યારે તાઈવાનમાં 1200 કેસ આવતા બન્ને દેશોએ પ્રતિબંધો વધારી દીધા છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved