લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વડતાલ સ્વામીનારાયણ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો

ઓસ્ટ્રેલિયાના સીડનીમાં પાંચ એકરમાં વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો.જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ તેમજ વડતાલ ટ્રસ્ટી બોર્ડના પ્રયાસ અને વડિલ સંતોના આશિર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે.ત્યારે સત્સંગ સમુદાય વધતા વિશાળ મંદિરની માંગ ઉભી થવા પામી હતી.ત્યારે 6 માસ પુર્વે આચાર્ય મહારાજ તેમજ ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ચતુર્થ પાટોત્સવ પ્રસંગે પધાર્યા ત્યારે વિશાળ ભૂમિ સંપાદનનો સંકલ્પ કરાયો હતો.ત્યારે આ બાબતે 5 એકર ભૂમિ સંપાદીત કરવામાં આવી છે.જેમાં 23 માર્ચથી 27 માર્ચ સુધી ભૂમિપૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નિત્યસ્વરૂપ સ્વામી તથા ડો. સંત સ્વામીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.