Error: Server configuration issue
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર દેખાવ કરવા બદલ પ્રતિષ્ઠિત એલન બોર્ડર મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના વાર્ષિક એવોર્ડ અંતર્ગત સ્ટાર્કને આ સન્માન મળ્યું હતુ.જેમાં તેણે કારકિર્દીમાં સૌપ્રથમ વખત આ સન્માન મેળવ્યું હતુ.આ સિવાય મહિલા ખેલાડી એશ્લી ગાર્ડનરને પ્રતિષ્ઠિત બેલિન્ડા ક્લાર્ક મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.આ મેડલ જીતનારી તે ઓસ્ટ્રેલિયાની સૌપ્રથમ ઈન્ડિજનસ ક્રિકેટર બની હતી. ઓસ્ટ્રેલિયન બોર્ડના વાર્ષિક એવોર્ડ્સમાં આ બે મેડલ્સ સર્વોચ્ચ ગણાય છે.આમ સ્ટાર્ક 22 વર્ષમાં બોર્ડર મેડલ જીતનારો પાંચમો બોલર બન્યો છે.વર્ષ 2021-22ની સિઝનના દેખાવને આધારે વોટિંગ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved