લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ વિમેન્સ સિંગલ્સ એશ્લી બાર્ટીએ જીત્યું

ઓસ્ટ્રેલિયાની વિશ્વ નંબર વન એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ.જેમાં તેણે ફાઈનલમાં અમેરિકાની કોલિન્સને સીધા સેટોમં 6-3,7-6,7-2થી હરાવી હતી.આ જીતની સાથે બાર્ટી છેલ્લા 44 વર્ષમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી ઓસ્ટ્રેલિયાની સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.આમ બાર્ટી અગાઉ છેલ્લે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી મહિલા ખેલાડી ક્રિસ ઓ’નીલ હતી.જેણે ઇસ.1978માં સિદ્ધિ હાંસલ કરી હતી.ઓસ્ટ્રેલિયન ઓપન બાર્ટીની કારકિર્દીનું આ ત્રીજું ગ્રાન્ડસ્લેમ છે.જેમાં તેણે ઇસ.2019માં ફ્રેન્ચ ઓપન અને ગત વર્ષે વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતુ. તે ઓપન એરામાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી પાંચમી ઓસ્ટ્રેલિયન ખેલાડી બની છે.