લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અયોધ્યાના મંદિરમાં ધનુર્ધારી ભગવાન રામની પ્રતિમા મુકવામાં આવશે

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે,ત્યારે મંદિરના ગર્ભગૃહમાં ધનુષ્ય-બાણ સાથેની ભગવાની રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવાયો છે.જેમાં 5 ફૂટ ઊંચી મૂર્તિમાં ભગવાન પાંચ વર્ષના બાળક સ્વરૂપે ઊભેલા નજરે પડશે.જેમા તેમની બાલ્યાવસ્થાની મૂર્તિ કર્ણાટકથી લાવવામાં આવેલી કૃષ્ણ શિલાને કંડારીને બનાવવામાં આવશે.જેને મૈસૂરના શિલ્પી અરૂણ યોગીરાજ આકાર આપશે.આમ કર્ણાટકના કરકર ગામ અને હેગે દેવેન કોટે ગામમાંથી લાવવામાં આવેલી કૃષ્ણ શિલાઓમાંથી મૂર્તિ તૈયાર કરવામાં આવશે.ત્યારે કયા પથ્થર પર મૂર્તિ બનાવવામાં આવશે તેનો નિર્ણય યોગીરાજ કરશે.