લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સૌરવ ગાંગુલીના રોલ માટે આયુષ્યમાન મોખરે જોવા મળ્યા

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં સૌરવ ગાંગુલીની ભૂમિકા માટે આયુષ્યમાન ખુરાના સૌથી મોખરે જોવા મળી રહ્યા છે.ત્યારે આ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યા સંભાળતી જોવા મળશે.જેમાં નિર્માતાઓ ઘણા મહિનાઓથી આ ફિલ્મને લઇને આયુષ્માન ખુરાના સાથે ચર્ચા કરી રહ્યા છે.સૌરવ ગાંગુલીની બાયોપિક માટે તે જ ઉત્તમ વિકલ્પ છે.ગાંગુલીએ પણ આયુષ્યમાનના નામ માટે સંમતિ આપી હોવાનું કહેવાઇ રહ્યુ છે.જ્યારે વિકલ્પ તરીકે કાર્તિક આર્યનનું નામ પણ વિચારવામાં આવ્યુ હતુ.જે ફિલ્મનું દિગ્દર્શન ઐશ્વર્યા રજનીકાન્ત દિગ્દર્શન કરશે તેવી ચર્ચા છે.