ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે શનિવારે બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિની સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મંદિરને રોશનીથી શણગારી સવારે બાપાની આરતી,ધ્વજપૂજન,ગુરુપૂજન અને દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આમ છેલ્લા બે વર્ષથી ચાલતી કોરોનાની મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થાનો પર ઉત્સવોની ઉજવણીમાં ફેરફાર થયા છે. ત્યારે સંતોની ભૂમિ તરીકે જગવિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ભાવનગર શહેર તથા જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.જેમાં પૂજ્ય બાપાના ભક્તો સમગ્ર કાર્યક્રમના ઓનલાઈન દર્શન કરી શકે તે માટે લાઈવ ટેલીકાસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આશ્રમ સત્તાવાળાઓ દ્વારા પણ ભક્તોને ઓનલાઈન દર્શન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved