લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બહુચરાજી ખાતે ચૈત્રી મેળાના પ્રથમ દિવસે હજારો ભક્તો ઊમટ્યા

બહુચરાજી તીર્થધામમાં ચૈત્રી પૂનમના ત્રિ-દિવસીય લોકમેળાના પ્રથમ દિવસે લાલ ધજા અને પગપાળા સંઘો સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થતાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ત્યારે તેના સ્મરણમાત્રથી દુ:ખ દૂર થાય છે તેવી મા બહુચરનાં પ્રાગટ્ય દિને દર્શન કરી ધન્ય બનવા હજારો શ્રદ્ધાળુઓ ઊમટી રહ્યાં છે તો માનાં ભક્તોની સેવામાં સ્વયંસેવકો અને તંત્રમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં મંદિરમાં પોલીસ કવાર્ટર પાસેના દરવાજેથી દર્શનાર્થીઓને,જ્યારે માનસરોવર દરવાજેથી સંઘોને પ્રવેશ અપાઇ રહ્યો છે.જેમાં ઉત્તર અને દક્ષિણ દરવાજેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમા ભક્તોને ગરમીમાં તકલીફ ન પડે તે માટે મંદિર પરિસરમાં લાલજાજમ બિછાવવામા આવી છે.જે બંદોબસ્તમાં 721 પોલીસ જવાનો તૈનાત કરાયા છે.જેમાં ધારાસભ્ય સુખાજી ઠાકોરના હસ્તે જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન,યાર્ડના ચેરમેન વિજય પટેલ,મંદિરના વહિવટદાર એસ.ડી.પટેલ સહિતની હાજરીમાં શાત્રોક્તવિધિ મુજબ ચૈત્રી લોકમેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.